પીળા પડી ગયેલા દાંતને મોતીની જેમ ચમકાવી દેશે આ સરળ ઘરગથ્થુ ઉપચાર: દરેક લોકોને અરીસામાં પોતાનો ચહેરો જુએ એટલે પીળાશ મારતા દાંત ગમતા નથી અને પોતે વિચારતા હોય છે કે કેવી રીતે આને મોતી જેવા સફેદ દાંત કરવા. દાંત ને સફેદ કરવા માટે લોકો ટીવીમાં આવતી એડ મુજબ અવનવી colgate વાપરતા હોય છે. અવનવા અનુષ્કા અપનાવતા હોય છે. બજારમાં રોડ પર બેઠેલા માણસો ત્યારે દાંત સફેદ કરવાનો પાવડર વેચતા હોય અને એડવર્ટાઈઝમેન્ટ કરતા હોય છે ત્યારે આપણે વિચારતા હોઈએ કે આમની પાસેથી પાવડર લઈ અપનાવી જોઈએ દાંત સફેદ થાય છે કે નહીં. પરંતુ આવા પાવડર વાપરવા એ શું આરોગ્ય માટે ફાયદાકારક છે? આવા પાવડરનો વધુ પડતો ઉપયોગ કરવાથી દાંતની ઉપર રહેલ એનેમલ નામનું પડ ઘસાઈ જાય છે અને દાંતની ચમક સાવ જતી રહે છે. દરેક લોકોને પોતાના સફેદ દાંત ખૂબ જ પસંદ હોય છે અને સફેદ દાંત એ માણસની એક આગવી પર્સનાલિટી ઉભી કરતી હોય છે. અહીં સફેદ દાંત કરવાના સરળ ઘરેલુ નુસખા ની માહિતી મૂકવામાં આવેલી છે જેના ઉપયોગથી તમને ચોક્કસ રીઝલ્ટ મળશે અને ફાયદો પણ થશે તેમજ તમારા દાંતને કોઈપણ જાતનો નુકસાન થશે નહીં.
પીળા દાંતને સફેદ કરવા માટે : આપણા દાંત ઘણા અલગ અલગ કારણોથી પીડા પડતા હોય છે. જો તમારા દાંત પણ પીળાશ મારતા હોય અને તમે તેને ચમકાવવા ઈચ્છતા હોય તો આપણે એવા ઘરગથ્થુ સરળ નુકસાન જાણીશું જેનાથી તમે તમારા પીળા પડી ગયેલા દાંતને ટ્યુબલાઈટ ની જેમ ચમકાવી શકો છો. ઘણી વખત દાંતની યોગ્ય સફાઈ ન થવાને કારણે દાંત પીડા પડતા હોય છે, દાંતને પીડા કરતી વસ્તુઓ ખાવાથી અને અને દાંતમાં સડો થવાથી પણ દાંત પીળા થઈ જતા હોય છે. દાંતની પીડા દૂર થાય તેના માટે દાંતને ખાસ સવાર સાંજ બ્રશ કરવું તો જરૂરી છે જ સાથે સાથે આ ઘરગથ્થુ સરળ નુસખા પણ અનુસરવાથી ખૂબ મોટો ફાયદો અને રીઝલ્ટ દેખાશે.
પીળા દાંતને સફેદ કરવાના ઘરગથ્થુ સરળ ઉપચાર.
કેળાની છાલ : પીળા દાંતને સફેદ કરવા માટે કેળાની છાલ એ એક સારો ઉત્તમ ઉપાય છે. કેળાની છાલમાં મેગ્નેશિયમ મેંગેનીઝ અને પોટેશિયમ જેવા મિનરલ્સ રહેલા હોય છે. કેળાની છાલના અંદરના ભાગને લઈને દાંત પર થોડીવાર ઘસો અને થોડીવાર પછી મોઢું ધોઈને સાફ કરી લો. સવાર સાંજ કેળાની છાલનો આ ઘરગથ્થુ ઉપાય કરવાથી દાંતની પીળાશ ગાયબ થઈ જશે.
બેકિંગ સોડા: પીળા પડી ગયેલા દાંતને ચમકાવવા માટે બેકિંગ સોડા એક સારો ઉપાય છે. બેકિંગ સોડા દાંત પર પડી ગયેલા ડાઘને પણ દૂર કરે છે. આ નુસખો કરવા માટે એક બાઉલમાં બેકિંગ સોડા કાઢીને તેમાં થોડું પાણી ઉમેરો અને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને બ્રશ પર લો અને તેને તમારા દાંત પર થોડીવાર હળવા હાથે ઘસો અને પછી મોં બરાબર સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરવાથી થોડા સમય બાદ તમારા દાંતની પીળાશ ગાયબ થઈ જશે.
લીમડો અને બાવળ : આપણે ત્યાં દાંત સાફ કરવા માટે લીમડો અને બાવળનું દાતણ કરવાનો ખૂબ જ જૂનો અને કારગર ઉપાય છે. લીમડો અને બાવળ નું દાંતણ કરવાથી દાંતની ગંદકી દૂર થાય છે અને દાંતને ખૂબ સફેદ બનાવે છે. લીમડો અને બાવળના દાંતણ દાંત માટે ખૂબ સારી અને જૂની મેથડ છે. આપણા વડીલો લીમડો અથવા બાવળનું જ દાતણ કરતા હતા અને જ્યાં સુધી જીવતા ત્યાં સુધી લાંબો સમય તેમના દાંત હલતા કે પડતા પણ નહીં અને દાંતની પીડા ક્યારે જોવા મળતી નહીં. દાંત વડે દબાવીને તેમના એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી માઈક્રોબાયલ ગુણ દાંતને મળી રહે છે. લીમડો અને બાવળના દાંતણથી માત્ર દાંતો જ નહીં પણ પેઢા ને પણ ખૂબ મોટો ફાયદો થાય છે. જો તમારા નજીકના વિસ્તારમાં લીમડો અથવા બાવળના દાંતણ મળવા અવેલેબલ હોય તો અવશ્ય આનાથી જ દાતણ કરવું જોઈએ જે લાંબો સમય માટે ખૂબ ફાયદાકારક છે.
સ્ટ્રોબેરી અને બેકિંગ સોડા: સ્ટ્રોબેરી અને બેકિંગ સોડા નો પ્રયોગ પણ પીડા પડી ગયેલા દાંતને ચમકાવવાનો અક્સિસ ઈલાજ છે. આ બંનેને એક સાથે મિક્સ કરીને દાંત પર ઘસવાથી દાંતની પીડાશ અને દાંતના ડાઘા દૂર થાય છે. સ્ટ્રોબેરીમાં મેલિક એસિડ નામનું તત્વ હોય છે જે દાંતના ડાઘ દૂર કરવાનો કાર્ય કરે છે. P આ પ્રયોગ કરવા માટે એક સ્ટ્રોબેરીને ક્રશ કરો અને તેને એક ચમચી બેકિંગ સોડામાં ઉમેરો. આ પેસ્ટને દાંત પર ઘસો થોડીવાર રાખો અને પછી ધોઈ લો દાંત ચમકી જશે.
આ ઉપરાંત
- પીડા દાંતને સફેદ કરવા માટે મીઠાના પાણીના કોગળા પણ કારગર ઉપાય છે
- ઓઇલ પુલિંગની મદદથી પણ પીળા દાંત ચમકાવી શકાય છે જે દાંતની અંદરની ગંદકી સાફ કરવા માટે ઉપયોગી છે
- નાળિયેર તેલ નો ઉપયોગ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે
- લીંબુ અને નારંગી ની છાલ પણ દાંતની પીળાશ દૂર કરવા માટે ઉપયોગી છે.
આશા છે અહીં આપવામાં આવેલ માહિતી તમને ઉપયોગી થશે, આવી અવનવી તમામ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.