મહિલાઓને માત્ર બે જ વર્ષમાં લખપતિ બનાવી દેશે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, સરકાર ખૂબ આપી રહી છે ગેરેન્ટી, જાણો આ સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી.
પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના : પોસ્ટ ઓફિસ દ્વારા મહિલાઓને રોકાણ માટે અનેક જુદી જુદી યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ યોજનામાં મહિલાઓ ઓછા સમય માટે ખૂબ મોટું વ્યાજ કમાઈ શકે છે સાથે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે.
ભારત સરકાર સમ્યાન્તરે મધ્યમ વર્ગના લોકો માટે અવનવી બચત યોજના જાહેર કરતી હોય છે. જેની મદદથી બચત કરી શકાય છે અને સાથે જ આ સ્કીમમાં રોકાણ કરેલ નાણા પર કેન્દ્ર સરકાર ગેરેન્ટેડ રિટર્ન પણ આપે છે. ત્યારે પોસ્ટ ઓફિસ પણ મહિલાઓને રોકાણ કરવા અનેક વિકલ્પો આપી રહી છે જેની મદદથી ઓછા સમયમાં ખૂબ મોટા પૈસા કમાવવાની સાથે સાથે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાની મહિલાઓને તક આપવામાં આવી રહી છે. જેમાં મહિલાઓ માટેની એક યોજના છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર. આ એક નાની બચત યોજના છે જેના દ્વારા મહિલાઓ માત્ર બે જ વર્ષમાં અમીર બની શકે છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તરફથી મહિલાઓને આ યોજના હેઠળ 7.5 ટકાનું મોટું વ્યાજ આપવામાં આવે છે અને આ વ્યાજની ગેરંટી સરકાર આપે છે.
બે લાખના રોકાણ પર કેટલું વ્યાજ મળશે
જો કોઈ મહિલા બે વર્ષ માટે મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં બે લાખ રૂપિયા નો રોકાણ કરે છે તો મેચ્યોરિટી પર 2.32 લાખ રૂપિયા મળવા પાત્ર થશે. આ સ્કીમ એક એફડી તરીકે કામ કરે છે. આ સ્કીમમાં રોકાણ કરવા ઇચ્છતી મહિલાઓ નજીકની પોસ્ટ ઓફિસ શાખામાં જઈને ખાતું ખોલાવવા માટેની પ્રક્રિયા કરી શકે છે. આ ફોર્મ સાથે ગ્રાહકે કેવાયસી માટે પાનકાર્ડ અને આધાર કાર્ડ આપવાનો રહેશે. સાથે જ તમારે ચેક અને પે ઈન સ્લીપ પણ આપવાની રહેશે.
યોજનાનો લાભ કોને મળી શકે
- આ સ્કીમમાં કોઈપણ મહિલા કે બાળકીના નામે રોકાણ કરી શકાય છે.
- ઉપરાંત કોઈપણ મહિલા કે બાળકીના કાનૂની વાલી સગીર બાળકીના નામે આ સ્કીમમાં રોકાણ કરી શકે છે.
- એટલું જ નહીં આ યોજનામાં પતિ તેની પત્ની માટે પણ રોકાણ કરી શકે છે.
આ રોકાણની છૂટ ટેક્સમાં મળવાપાત્ર થશે
- આ સ્કીમ ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝીટ સ્કીમ થી વિપરીત છે.
- મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કરવા પર ઇન્કમટેક્સ એક્ટ 80C અંતર્ગત છૂટ મળે છે
- જોકે યોજના અંતર્ગત તેમાં મળેલા વ્યાજ પર તમારે ટેક્સ ચૂકવવાનો રહેશે.
- તેના વ્યાજ પર તમને ટેક્સ બેનિફિટ મળતો નથી.
- વ્યાજ પર થનારી ઇન્કમ પર ટીડીએસ કાપવામાં આવે છે.
આ સ્કીમ અંતર્ગત મહત્તમ રોકાણ કેટલું કરી શકાય?
- આ સ્કીમ હેઠળ ન્યુનતમ રોકાણ 1000 રૂપિયા અને સોના મલ્ટીપલમાં કરી શકાય છે.
- જ્યારે મહત્તમ બે લાખ રૂપિયા નો રોકાણ કરી શકાય છે.
- જ્યારે કોઈ મહિલા કે સગીર બાળકીના વાલી અગાઉથી જ ખાતું ધરાવે છે અને તેઓ વધુ એક ખાતું ખોલાવવા માંગે છે તો આ બંને ખાતા વચ્ચે ઓછામાં ઓછો ત્રણ મહિનાનો અંતર હોવો જરૂરી છે.
એક વર્ષ બાદ ૪૦ ટકા રકમ ઉપાડી શકાય છે
જો તમે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ એકાઉન્ટ માંથી પૈસા ઉપાડવા માંગો છો, તો ખાતું ખોલાવ્યા ના એક વર્ષ બાદ કુલ જમા રકમમાંથી 40% રકમ ઉપાડી શકો છો. આ સ્કીમ અંતર્ગત મળતો વાર્ષિક 7.5 ટકા વ્યાજ દર ત્રણ મહિને ખાતામાં આવે છે, પરંતુ વ્યાજ અને મૂડી મેચ્યોરિટી પર જ મળે છે.
સોર્સ : ન્યુઝ 18 ગુજરાતી