કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા બાબતે ન્યુઝ: DA HIKE NEWS : સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગેના સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે મોંઘવારી ભથ્થામાં 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ એમ વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થું એ બેઝિક પગાર પર ચૂકવવામાં આવે છે. હાલની સ્થિતિએ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 46% આપવામાં આવી રહ્યો છે. જ્યારે 1લી જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થવાની શક્યતાઓ સામે આવી છે. સરકારશ્રી દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને 4% નો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે તો કુલ બેઝિક પગારના ૫૦ ટકા મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે.
મોંઘવારી ભથ્થામાં વધારો
લોકસભાની ચૂંટણી જાહેર થયા પહેલા કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓના પગાર વધારા બાબતે સારા સમાચાર આપી શકે છે કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરે તેવી શક્યતાઓ છે.
લોકસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓને મળશે સારા સમાચાર
આ વર્ષે એપ્રિલ મે મહિનામાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે અને આ પહેલા કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો આપી ગુડ ન્યુઝ આપવાની શક્યતાઓ સેવાઈ રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી કારી કર્મચારીઓને સારા સમાચાર આપે તેવી શક્યતાઓ છે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો અને આનો સીધો લાભ થશે.
મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થતાં તમારા પગારમાં કેટલો વધારો થશે
ધારો કે જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર ₹40,000 હોય તો હાલ તેમને મળતું ડીએ 18400 રૂપિયા થાય જો ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવે તો તેનો ડીએ 1600 રૂપિયા વધીને 20000 રૂપિયા થઈ જાય. અને સાથે જાન્યુઆરીથી માર્ચ સુધીનું એરિયસ પણ મળવા પાત્ર થશે.