કુવરબાઈનુ મામેરુ યોજના 2024: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સરકારી વિભાગ સાથે સમકક્ષમાં કુંવરબાઈનુ મામેરુ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ની દીકરીઓને તેમના લગ્નના સમયે આર્થિક મદદ આપવાનો છે . રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. કુવરબાઈનુ મામેરુ યોજના ની વધુ માહિતી જેમકે કોણ અરજી કરી શકે? કેવી રીતે અરજી કરવાની રહેશે? કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તેમજ અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું? વગેરે માહિતી નીચે મુજબ છે.
કુવરબાઈનુ મામેરુ યોજના 2024
વિભાગ | મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ગુજરાત |
યોજના | કુવરબાઈનુ મામેરુ |
સહાય | 12000 રૂપિયા |
લાભાર્થી | અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની દીકરીઓ |
ક્યારે મળશે લાભ | દીકરી ના લગ્ન સમયે |
વેબસાઈટ | esamajkalyan.gujarat.gov.in |
યોજના માટે યોગ્યતાના માપદંડો
- અરજી કરનાર ઉમેદવાર ગુજરાતના સ્થાયી રહેવાસી હોવા જરૂરી છે.
- ઉમેદવાર આ યોજનાનો લાભ તેમના પુત્રીની લગ્ન સમયે ઉપયોગ કરી શકે છે
- ગ્રામીણ પ્રદેશમાં પરિવારની વાર્ષિક આવક ₹1,20,000 થી વધુ હોવી જોઈએ નહીં
- શહેરી વિસ્તારમાં ઉમેદવારની વાર્ષિક આવક ₹1,50,000 થી વધુ હોવી જોઈએ નહીં
જરૂરી ડોક્યુમેન્ટ
કુંવરબાઈનુ મામેરુ યોજના નો લાભ લેવા માટે ઉમેદવારને આ મુજબના દસ્તાવેજો ની જરૂર પડશે. આ દસ્તાવેજો બધા અરજીદાર ના નામ ના હોવા જરૂરી છે.
- બેંક પાસબુક
- અરજદાર નો ફોટો
- અરજદારના લગ્ન આમંત્રણ નું કાર્ડ
- દીકરીની ઉંમરનો દાખલો
- આધારકાર્ડ
- વોટર આઇડી કાર્ડ
- જાતિ અંગે નો દાખલો
- વાલી નો વાર્ષિક આવકનો દાખલો
- અરજદારના બેન્ક ખાતાની પાસબુક
કુંવરબાઈનું મામેરુ યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું
- તમારા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી કુંવરબાઈનુ મામેરુ યોજના નું ફોર્મ મેળવો
- ફોર્મ માં તમામ માહિતી ભરો
- જરૂરી તમામ ડોક્યુમેન્ટ જોડો
- એ જ કાર્યાલયમાં ભરેલ અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ જમા કરાવો
કુવરબાઈનુ મામેરુ યોજના નું સ્ટેટસ ઓનલાઇન ચેક કરો
કુવરબાઈનુ મામેરુ યોજના નું ભરેલું ફોર્મ રિજેક્ટ થયું છે અથવા તો પૈસા તમારા ખાતામાં જમા થયા છે કે નહીં તે ચેક કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જવું
- હોમપેજ પર યોજના પર ક્લિક કરો
- અહીં કુંવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરો
- તેમાં કુવરબાઈનુ મામેરુ યોજના સ્ટેટસ વિકલ્પ શોધો
- અહીં તમારી અરજી ના નંબર અને જન્મ તારીખ દાખલ કરો
- ચેક સ્ટેટસ પર ક્લિક કરો
- તમારી અરજી રીજેક્ટ થઈ છે કે તમારા ખાતામાં પૈસા જમા થયા છે તેની માહિતી અહીં ચેક કરી શકાશે.