WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગેસ, એસીડીટી અને કબજિયાત આ ત્રણ સૌથી મોટી સમસ્યાઓનો ઘરગથ્થુ ઈલાજ. અજમાવો અને જાતે જ લાભ અનુભવો.

Home remedies for gas, acidity and constipation : મિત્રો જ્યારે પેટમાં દુખાવો થાય છે કે કોઈપણ જાતની સમસ્યા થાય છે. અને ગેસ હોય ત્યારે તે ગેસ પેટમાં ખૂબ જ દુખાવો કરે છે, અપચો થાય છે, પેટમાં બળતરા થાય છે, કબજિયાત જેવી અનેક પેટને લગતી સમસ્યાઓ ઉદભવે છે.

પેટમાં ગેસની સમસ્યા

પેટમાં ગેસ બને અને નીકળે નહીં તો ચેન પડતું નથી, આ સ્થિતિ જ્યારે પણ ગેસ સર્જાય ત્યારે તમે આ ઉપાય કરીને પેટના ગેસથી ફટાફટ મુક્તિ મેળવી શકો છો. ભોજન કર્યા પછી જ્યારે પાચન શરૂ થાય છે ત્યારે પેટમાં ગેસ બને છે.

આ ગેસ જ્યારે શરીરમાંથી બહાર ન નીકળી શકે ત્યારે પેટ ભારે લાગવા માંડે છે, અને પેટમાં મરોડ પણ આવે છે. ઘણા લોકોને આ તકલીફ રાત્રે વધુ પડતી થતી જોવા મળે છે, રાત્રે ભોજન કર્યા બાદ થોડીવારમાં પેટમાં ભારે પણું પણ લાગવા માંડે છે.

ગેસની સમસ્યાથી મુક્તિ મેળવવા

આવી સ્થિતિમાં પેટ પણ ફૂલી જાય છે, જ્યારે પણ ગેસની સમસ્યા થાય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે સૌથી પહેલા હિંગ લેવી, હિંગની પ્રકૃતિ ગરમ હોય છે તેથી તે પેટદર્દ ને તુરંત દૂર કરે છે.

ગેસની મુક્તિ મેળવવા માટે સૌથી પહેલા ઘીને ગરમ કરી તેમાં હિંગ તળી લેવી, તળી લીધા બાદ તેને ગેસ પરથી નીચે ઉતારી લેવી, તેમાં થોડું મીઠું અને લીંબુનો રસ ઉમેરવો અને બરાબર તેને હલાવો. બરાબર મિક્સ કરવાથી તે ગેસ માટે એક અક્સિસ ઈલાજ બની જશે તેને ભોજન પછી ખાઈ લેવાનું રહેશે.

કબજિયાત થી છુટકારો

કબજિયાતની સમસ્યા જેને કાયમી માટે રહેતી હોય તેવા લોકોએ એક ગ્લાસ પાણી ગરમ કરી તેમાં અડધી ચમચી એરંડિયું ઉમેરી તેનું સેવન રાત્રે સુતા પહેલા કરી લેવું જોઈએ.

આ ઉપાય એવા લોકો સવારે પણ કરી શકે છે જે સવારે વહેલા જાગી જતા હોય. સવારે વહેલા જાગી ગયા બાદ તેમણે ખાલી પેટે આ પાણી પી લેવું જોઈએ તેનાથી પેટ બરાબર સાફ આવે છે.

એસીડીટી માં રાહત

એસીડીટી ની સમસ્યા દૂર કરવા માટે દૂધ અને સાકર શ્રેષ્ઠ ઉપાય છે. દૂધમાં ક્ષાર તેમજ કેલ્શિયમ જેવા તત્વો હોય છે.

તેને દૂધમાં ઓગાળીને પીવાથી એસિડિટી મટી જતી હોય છે, જે લોકોને ખાટા ઓડકાર આવતા હોય તેમણે પણ આ દૂધ પીવું જોઈએ. તેનાથી તુરંત રાહત મળે છે.

આ ઉપાય કરવાથી તુરંત લાભ થાય છે, સાથે સાથે આ ઉપાય કરવાની સાથે ખોરાકનું સંતુલન પણ જાળવવું જરૂરી છે. આહારમાં વધારે ભારે ખોરાક, તીખું, તળેલું, પનીર જેવી વસ્તુઓ ખાવાનું પણ ટાળવું જોઈએ. જેથી પાચન સંબંધિત સમસ્યાઓ ક્યારેય ઉદભવે નહીં.

Leave a Comment