WhatsApp ગ્રૂપમાં જોડાવો!

દાંતનો દુખાવો એક ઝાટકે દૂર કરી દેશે આ દેશી, છોડ જાણો તેના અન્ય ફાયદા.

દાંતનો દુખાવો અને દાંતમાં રહેલ કિડા ને એક ઝાટકે દૂર કરી દેશે આ દેશી, છોડ જાણો તેના અન્ય ફાયદા.

વિશ્વની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓમાંથી એક આયુર્વેદિક છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી તમારા એવા રોગો પણ દૂર થઈ જાય છે જે બાકીની ચિકિત્સા પદ્ધતિ થી ઠીક થતા નથી.

આયુર્વેદ અને જડીબુટ્ટી ના જાણકારો ખૂબ જ ઓછા છે. એટલા માટે તેનો ફાયદો સારી રીતે ઉઠાવી શકતા નથી તેમ છતાં જે લોકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ ની જાણકારી છે તેઓ તેનાથી એક થી એક જટિલ રોગ ઠીક કરે છે. આવી જ એક જડીબુટ્ટી લેમન ડ્રોપ છે, જેને અકરકરા પણ કહેવાય છે.

લેમન ડ્રોપ આમ તો દરેક જગ્યાએ મળતા નથી, પરંતુ તે મોટા ગામડામાં અથવા તો ગાઢ જંગલોની વચ્ચે જોવા મળે છે. લેમન ડ્રોપના તમામ ચમત્કારિક ઔષધીય ગુણ છે. તેના સેવનથી આપ કેટલીય બીમારીઓ માંથી છુટકારો મેળવી શકો છો. આયુર્વેદ અનુસાર લેમન ડ્રોપનો છોડ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા પાયરીયા, દાંતના કીડા, પેઢામાં ઘા, મોઢાની દુર્ગંધ વગેરે જેવી મોઢા ને દાંતને લગતી અનેક તકલીફો માંથી છુટકારો અપાવે છે.

જિલ્લા હોસ્પિટલ બારાબંકી ના ડોક્ટર અમિત વર્માએ જણાવ્યું છે કે આયુર્વેદમાં લેમન ડ્રોપને અકરકરાના નામથી પણ ઓળખવામાં આવે છે. લેમન ડ્રોપ નો ઉપયોગ આપણા દેશમાં એક ઔષધી તરીકે થાય છે. લેમન ડ્રોપના પત્તા નો જે રસ હોય છે, તે મોમાં પડેલ ચાંદા અથવા મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે.

આ ઉપરાંત કોઈને પાયરીયાના કારણે પેઢામાં ઘા અથવા દુખાવો રહેતો હોય તો તેને પણ દૂર કરી શકે છે. તેમાં એન્ટી પ્રોપર્ટી હોય છે, જે દાંતમાં કીડા લાગે છે તેવી સ્થિતિમાં તેના પત્તા તથા બિયારણને દાંત પર રાખવાથી તે જગ્યાને ખોટી પાડી દે છે. જેનાથી દાંતને કાઢવામાં સરળતા રહે છે. આ ઉપરાંત બીજી પણ અનેક બીમારીઓમાં ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

સોર્સ : ન્યુઝ 18 ગુજરાતી

Leave a Comment