WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વિધવા સહાય યોજના (ગુજરાત રાજ્ય)

વિધવા સહાય યોજના | vidhva sahay yojna | vidhva sahay yojna form pdf

વિધવા સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય પેન્શન યોજના શરૂ કરવામાં આવેલી છે, આ યોજના અંતર્ગત વિધવા સ્ત્રીઓને મહિને પેન્શન પ્રદાન કરી તેમનું જીવન ગુજરાન ચલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ યોજના એ ગુજરાત સામાજિક સુરક્ષા વિભાગની માધ્યમથી થવા મહિલાઓને આર્થિક મદદ આપવાની પ્રતિષ્ઠા કરી છે. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકોના કલ્યાણ અને સુરક્ષા માટે વિવિધ યોજનાઓને અમલમાં મૂકી લાગુ કરી છે. આ પ્રયાસોના ભાગરૂપે આ વિભાગે સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત ગુજરાત વિધવા સહાય યોજનાની શરૂઆત કરી છે. આ યોજના લગત વધુ માહિતી જેમકે વિધવા સહાય યોજના નું ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે? ફોર્મ ક્યાંથી મેળવવું? કઈ ઓફિસમાં અરજી ફોર્મ જમા કરાવવું? કેટલા રૂપિયા સહાય મળવાપાત્ર થશે વગેરે તમામ માહિતી નીચે મુજબ છે.

વિધવા સહાય યોજના 2024

વિભાગ સમાજ સુરક્ષા અને બાળ વિકાસ મંત્રાલય ગુજરાત રાજ્ય
યોજના વિધવા સહાય યોજના
સહાય દર મહિને 1250 રૂપિયા
લાભાર્થી ગુજરાતની તમામ વિધવા સ્ત્રીઓ
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/
યોજના form pdf ડાઉનલોડ કરો

પાત્રતાના નિયમો

  • અરજદાર ગુજરાતના સ્થાયી નિવાસી હોવા જોઈએ
  • અરજદાર વિધવા સ્ત્રી ની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • ફક્ત વિધવા અને ત્યાગ પત્ર સ્ત્રીઓને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે

વિધવા સહાય માટે જરૂરી પુરાવા

  • વિધવા મહિલા ને 1,50,000 થી ઓછી આવક નો દાખલો
  • અરજદારનો રેશનકાર્ડ
  • અરજદારનો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ
  • અરજદારના પતિના મરણ નો દાખલો
  • અરજદારનો લાઈટ બિલ અથવા વેરાબીલ પુનઃલગ્ન કરેલ નથી તેનું તલાટી મંત્રી નું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમરનું પ્રમાણપત્ર જેમાં શાળા છોડ્યા નું પ્રમાણપત્ર જન્મનો દાખલો અથવા સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
  • અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • બે સાક્ષીના તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા અને આધાર કાર્ડ
  • નોંધ: તલાટી શ્રી પાસેથી મેળવવાનું પુનઃલગ્ન કરેલ નથી તેનો પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનો રહેશે

વિધવા સહાય યોજના શરૂ કરવા માટે અરજી ક્યાં કરવાની રહેશે?

  • વિધવા સહાય યોજના નું ફોર્મ અહીં નીચે મૂકવામાં આવેલું છે ત્યાંથી ડાઉનલોડ કરી તમામ માહિતી ભરો.
  • તમારા નજીકના સરકારી હોસ્પિટલ ડોક્ટર પાસેથી ઉંમરનો દાખલો મેળવો ( જો અન્ય કોઈ ઉંમરનું પ્રમાણપત્ર ન હોય તો )
  • ઉપર દર્શાવવામાં આવેલ તમામ ડોક્યુમેન્ટ આ અરજી ફોર્મ માં જોડો.
  • અરજીને તમારા લગત વિસ્તારના મામલતદાર શ્રી ની કચેરી / તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી પર જમા કરાવો

મહત્વની લીંક

વિધવા સહાય યોજના ફોર્મ અહીં ક્લિક કરો

Leave a Comment