સમુદ્ર સીમા દર્શન: ગુજરાતમાં ફરવા માટે હવે એક નવી જગ્યા : કચ્છમાં કરી શકાશે સમુદ્ર સીમા દર્શન: ગુજરાતના લોકો ફરવાના ખૂબ જ શોખીન છે. રજાના દિવસોમાં અને વેકેશનમાં તેઓ અવનવી જગ્યાએ ફરવાનો ખૂબ પસંદ કરતા હોય છે. તેવામાં એક નવી ગુજરાતમાં ફરવાની જગ્યા ના સમાચાર લઈને અમે આવ્યા છીએ. જે છે સમુદ્ર સીમા દર્શન.
સમુદ્ર સીમા દર્શન એ ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ પ્રવાસન સ્થળ છે. જેમાં પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય સીમા પાસે સમુદ્ર સીમા દર્શન કરી શકશે અને સાથે બોટ રાઇડિંગ નો પણ લાભ ઉઠાવી શકશે.
કોટેશ્વર તીર્થધામ નજીક નક્કી નાલા વિસ્તારમાં કરી શકાશે સમુદ્ર સીમા દર્શન.
“કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ” પ્રવાસનનું આ સૂત્ર ખૂબ જ જાણીતું છે. પ્રવાસનના હેતુથી કચ્છમાં એક નવું નજરાણું ઉમેરાયું છે. ગુજરાતના દરિયા કિનારે સૌપ્રથમવાર કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લકી નાલા વિસ્તારમાં સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમુદ્ર સીમા દર્શનને લીલી જંડી આપી લકી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઈડનો શુભારંભ કરાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા દર્શન
આપણું ગુજરાત પાકિસ્તાનના દેશ સાથે જમીન સીમા અને સમુદ્ર સીમા એમ બંને સરહદ ધરાવે છે. ગુજરાત ટુરિઝમ દ્વારા ભૂસીમાં નડાબેટ બાદ હવે કચ્છના અખાતમાં સર ક્રિક પાસે આવેલ આંતરરાષ્ટ્રીય સીમા પાસે સમુદ્ર સીમા દર્શન પ્રોજેક્ટ થકી બોર્ડર ટુરીઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી એ આ પ્રસંગે કહ્યું હતું કે કચ્છના પ્રવાસે આવતા પ્રવાસીઓ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્ર સરહદ વિશે વિવિધ જાણકારી મેળવી શકે તેમ જ અહીં સરહદ પર ફરજ બજાવતા આપણા બીએસએફના જવાનોની કામગીરીથી પરિચિત થાય તે ઉમદા હેતુથી ભારતમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજ દિવસ સુધી હતો પ્રતિબંધ.
કચ્છ જિલ્લામાં આવેલ કોટેશ્વર તીર્થધામ નજીક લકીનાલા વિસ્તાર જે આજ દિન સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધિત વિસ્તાર હતો પણ આજથી હવે તે વિસ્તારમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અને અહીં સમુદ્રી સીમા દર્શન નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં પ્રવાસીઓ બોટ રાઈડનો પણ લાભ લઈ શકશે તથા આ રીતે એડવેન્ચર પ્રવાસનની એક નવી જ પહેલ શરૂ થવા જઈ રહી છે.
મેરી ટાઈમ બોર્ડ દ્વારા બોટ રાઈડનું સંચાલન થશે
ઉલ્લેખનીય છે કે આ બોટ રાઈડનું સંચાલન મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હાલના તબક્કે બોટલ રાઇડિંગ માટે 6 સીટર 12 સીટર અને 20 સીટર આમ અલગ અલગ બોટ ફાળવવામાં આવી છે. જે પૈકી 6 સીટરની એક બોટલ સ્થળ પર પ્રવાસીઓ માટે કાર્યરત કરવામાં આવી છે. બોટ રાઇડિંગ કરાવતી વખતે સમુદ્રની ભરતી ઓટના સમયને ખાસ ધ્યાને રાખીને આ બોટ રાઈડ કરાવવામાં આવશે.
આવનાર સમયમાં અનેક આકર્ષણ પણ વિકસાવવામાં આવશે.
બોડર ટુરીઝમ ના ભાગરૂપે બોટ રાઈડ શરૂ કરવામાં આવી છે જેમાં નક્કી નાડા માં સજાવેલી બોટમાં અધિકારીઓ અને સહેલાણીઓ એ બોટ રાઇડિંગ ની મજા માણી હતી. હવે પ્રવાસીઓને સમુદ્રી સીમા દર્શન અંતર્ગત આ લાભ મળશે. આગામી સમયમાં આ સ્થળે ફ્લોટિંગ જેટી, કચ્છી ભૂંગા સહિત વિકસાવવામાં આવશે. આવનાર સમયમાં લકીનાળામાં હવે પ્લોટીંગ, મરીન સેન્ટર, કચ્છી ભૂંગા સહિતના આકર્ષક પણ વિકસાવવામાં આવશે.