WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અબુધાબીમાં બન્યુ પ્રથમ હિન્દુ મંદિર. આબુધાબીમાં આજે પ્રથમ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, અંદાજે 700 કરોડના ખર્ચે બનેલ આ મંદિરની, જુઓ વિશેષતાઓ.

  • આબુધાબીમાં આજે પ્રથમ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, અંદાજે 700 કરોડના ખર્ચે બનેલ આ મંદિરની, જુઓ વિશેષતાઓ.
  • UAE મા મને પ્રથમ હિન્દુ મંદિરમાં ગંગા યમુનાના ઘાટનું થશે આભાસ,
  • સંગેમર્મર ની નક્સી થી તૈયાર કરવામાં આવ્યું મંદિર
  • આબુધાબીમાં બન્યુ પહેલું હિન્દુ મંદિર
  • 14 ફેબ્રુઆરીના રોજ કરશે નરેન્દ્ર મોદી મંદિરનું ઉદ્ઘાટન
  • 27 એકર જમીન સંયુક્ત આરબ અમીરાત દ્વારા દાન કરવામાં આવી છે

હાલ નરેન્દ્ર મોદીના પ્રવાસે છે તેઓ 14 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના અવસરે અબુધાબીમાં બનેલ પ્રથમ હિન્દુ મંદિર નું ઉદઘાટન કરશે. દિલ્હીના અક્ષરધામ મંદિર નું નિર્માણ કરનારી સંસ્થા બીએપીએસ એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. આ મંદિરની બંને બાજુ ગંગા અને યમુના ના પવિત્ર જળનો સ્ત્રાવ થઈ રહ્યો છે. આ ઝાડને મોટા મોટા કન્ટેનરમાં ભારતથી લાવવામાં આવ્યું છે. મંદિર અધિકારીઓ અનુસાર જે દિશામાં ગંગાનું જળ વહે છે ત્યાં એક ઘાટના આકારમાં એમપીથિયેટર પણ બનાવવામાં આવ્યું છે.

અબુધાબીમાં બન્યુ પ્રથમ હિન્દુ મંદિર.

ગંગા અને યમુના ના પવિત્ર જળ સિવાય મંદિરમાં રાજસ્થાનના ગુલાબી બલુવા પથ્થર અને ભારતથી પથ્થર લાવવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના બોક્સથી બનેલ ફર્નિચર એ મંદિરની શોભા વધારી છે. અબુધાબીમાં બનેલ પ્રથમ હિન્દુ મંદિર એક દેશના વિવિધ વિસ્તારોના યોગદાન થી બનેલ વાસ્તુકલા નું એક ચમત્કાર છે.

મંદિર બાજુ બે જળ ધારાઓ દેખાશે અને સરસ્વતી નદીનો ભાસ દેખાશે.

મંદિરની બંને તરફ ગંગા અને યમુના ના જળને પ્રવાહીત કરવાની પાછળ ઐતિહાસિક મંદિરના પ્રમુખ સ્વયંસેવક વિશાલ પટેલે કહ્યું છે કે આ મત પાછળનો વિચાર મંદિરને વારાણસીના ઘાટની જેમ દેખાડવાનો છે જ્યાં લોકો બેસી શકે ધ્યાન કરી શકે અને ભારતમાં બનેલ ઘાટની યાદોને તાજી કરી શકે. હવે પર્યટકો અંદર આવશે તો તેમને જળની આ બે ધારાઓ દેખાશે જે સાંકેતિક સ્વરૂપે ભારતમાં ગંગા અને યમુના નદીઓને દર્શાવે છે. ત્રિવેણી સંગમ દેખાડવા માટે મંદિરની સંરચનાથી પ્રકાશનું કિરણ આવશે જે સરસ્વતી નદીનો ભાસ કરાવશે.

આ હિન્દૂ મંદિર આશરે 27 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે, જે દુબઇ આબુધાબુ શેખ જાયેદ હાઈવે પર અલ્યા રહબાની નજીક સ્થિત છે. મંદિર ને બોચાસનવાસી શ્રી અક્ષર પુરોસોત્તમ સ્વામિનારાણ સંસ્થાન દ્વારા બનાવવામાં આવ્યું છે. મંદિરના આગળના ભાગમાં બલુવા પથ્થર અને ઉત્કૃષ્ટ સંઘે મરમરની કોતરણી છે. જેને રાજસ્થાન અને ગુજરાતના કારીગરો દ્વારા ૨૫ હજારથી વધારે પથ્થરના ટુકડાઓથી તૈયાર કરવામાં આવ્યું છે.

ગૌરવશાળી ક્ષણ

  • આબુધાબીના લાખો ભારતીયો આ ગૌરવશાળી ક્ષણ માટે રોમાંચિત છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015 અને 18 માં અહીં પધારીને આ મંદિરની વિધિવત જાહેરાત કરી હતી ત્યારે અહીં વસતા આશરે 33 લાખ ભારતીયોમાં ઉત્સાહનું મોજો ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિર માટેની ભૂમિ નું ઉધાર દિલે દુબઈના શાસકો દ્વારા દાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સમક્ષ જ્યારે મંદિર નિર્માણની ડિઝાઇન રજૂ કરવામાં આવી ત્યારે તેમણે શિખરબધ્ધ મંદિરનો વિકલ્પ પસંદ કર્યો હતો.
  • આજે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ
  • 14 મી ફેબ્રુઆરી 2024 અને વસંત પંચમીના દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાનાર છે.

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો

મંદિરની અનેક વિશેષતાઓ આ મંદિરને અન્ય તમામ મંદિરોથી અલગ કરે છે.

  • 13.5 એકરમાં મંદિર પરિસર અને 13.5 એકરમાં પાર્કિંગ
  • પાર્કિંગમાં આશરે 1400 કાર અને 50 બસો નો સમાવેશ કરવાની ક્ષમતા
  • ટેક્સિ સ્ટેન્ડ અને બે હેલીપેડ ની વ્યવસ્થા
  • 108 ફૂટ ઊંચાઈ 180 ફૂટ પહોળાઈ અને 262 ફૂટ મંદિરની લંબાઈ છે
  • યુનાઇટેડ અરબ અમીરાતના સાત દેશોનું પ્રતિનિધિત્વ કરતા મંદિરના સાત શિખર છે
  • મંદિરમાં બે મુખ્ય ડોમ , ડોમ ઓફ હાર્મોની અને ડોમ ઓફ પીસ
  • બાર સામરાન શિખર
  • વિશ્વનું પ્રથમ સર્વ મંદિર જ્યાં 300 જેટલા સેન્સર મૂકવામાં આવ્યા છે જે દબાણ તાપમાન ભૂકંપ સંબંધી લાઈવ અપડેટ પૂરી પાડે છે
  • અન્ય સુવિધાઓમાં મંદિરમાં 3000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો સભા ગૃહ, કોમ્યુનિટી સેન્ટર પ્રદર્શનની ક્લાસરૂમ અને મજલીસ છે.
  • મંદિરનું મોડેલ 10 દેશોના 3 પ્રોફેશનના 5,000 માનવ કલાકો લાગ્યા હતા
  • મંદિરની બહારની બાજુ રાજસ્થાનના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે
  • મંદિરની અંદરના ભાગમાં ઇટાલિયન માર્બલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે
  • મંદિર તરફ જતા પથ ની આજુબાજુમાં આ મંદિરના સંકલ્પ મૂર્તિ એવા પ્રમુખસ્વામી મહારાજના 96 વર્ષના પરોપકારી જીવનને અંજલી રૂપે 96 ઘંટ લગાવવામાં આવ્યા છે
  • નેનો ટાઇલ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગરમ વાતાવરણમાં પણ દર્શનાર્થીઓને ચાલવામાં અનુકૂળ રહેશે
  • મંદિરમાં ઉપર ડાબી બાજુએ 1997 માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એ આબુધાબીમાં મંદિરનો સંકલ્પ કરેલો તે દ્રશ્યને પથ્થરોમાં કંડારવામાં આવ્યું છે.
  • મંદિરમાં ઉપર જમણી બાજુએ 2019 માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શિલાન્યાસ પ્રસંગે પધાર્યા હતા તે સમયની સ્મુર્તિ કંડારવામાં આવી છે
  • મંદિરમાં કોઈ ફેરસ મટીરીયલ એટલે કે સ્ટીલ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી
  • મંદિરમાં વિવિધ પ્રકારના સ્તંભ જોઈ શકાય છે જેમાં વર્તુળાકાર ષટકોણ આકાર વગેરે છે
  • પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ વગેરે મૂળભૂત પંચ તત્વોની કોતરણી દ્વારા એક ડોમમાં માનવ સહ અસ્તિત્વ અને સ્વદીતા દર્શાવવામાં આવી છે
  • એક વિશિષ્ટ સ્તંભ છે જેને પીલર ઓફ પિલર્સ કહે છે, તેમાં 1400 જેટલા નાના સ્તંભ કોતરવામાં આવ્યા છે આ સ્તંભને તૈયાર કરવામાં બહાર કારીગરોને એક વર્ષ લાગ્યું હતું.

સાત શિખરોમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ

  • ભગવાન રામ સીતાજી લક્ષ્મણજી અને હનુમાનજી
  • ભગવાન શિવ પાર્વતીજી ગણપતિજી અને કાર્તિકેજી
  • રાધા અને ભગવાનકૃષ્ણ
  • શ્રી અક્ષરધામ પુરુષોત્તમ મહારાજ
  • ભગવાન જગન્નાથ
  • ભગવાન તિરૂપતિ બાલાજી
  • ભગવાન અયપ્પાજી

Leave a Comment