WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSSSB ભરતી 2024: એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટ પોસ્ટ માટે ઓજસ ભરતી જાહેર. કુલ જગ્યા 266.

GSSSB ભરતી 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. કુલ જગ્યા 266 પર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી ઓફિસિયલ વેબસાઈટ પર જઈ 1 માર્ચ 2024 સુધીમાં કરવાની રહેશે. ઉમેદવારોના હેતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે. આ ભરતી લાગત વધુ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ, અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે.

GSSSB ભરતી 2024

ભરતી સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જાહેરાત ક્રમાંકGSSSB/202324/225
પોસ્ટ પેટા હિસાબનીશ/ સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક
જગ્યાઓ 266
અરજી શરૂ થયા તારીખ 15 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 1 માર્ચ 2024
અરજી મોડ ઓલાઈન
ઓફિસિયલ વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in

પોસ્ટ વાઇઝ જગ્યાઓની માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર નીચે મુજબની જગ્યાઓ પર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ 11 માર્ચ 2024 સુધી મંગાવવામાં આવી રહી છે.

  • સબ એકાઉન્ટન્ટ / સબ ઓડિટર : 116 જગ્યાઓ
  • એકાઉન્ટન્ટ ઓડિટર / સબ ટ્રેઝરી ઓફિસર / સુપ્રિટેન્ડેન્ટ : 150 જગ્યાઓ
  • કુલ પોસ્ટની સંખ્યા : 266

શૈક્ષણિક લાયકાત

  • બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા બેચલર ઓફ કોમર્સ અથવા બેચલર ઓફ સાયન્સ ( ગણિત/ આંકડાશાસ્ત્ર ) અથવા બેચલર ઓફ આર્ટસ ( સ્ટેટીસ્ટીક્સ /અર્થશાસ્ત્ર/ ગણિત ) ની ડિગ્રી અથવા.
  • કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય વિધાનસભા દ્વારા અથવા તેના હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ અથવા યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશનર એક્ટ 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ઉંમર મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.

અરજી ફી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એકાઉન્ટન્ટ અને સબ અકાઉન્ટ ની આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક લાયકાત ધરાવતા સ્નાતક ઉમેદવારોએ તેમના અરજી ફોર્મ સબમીટ કરવા આવશ્યક છે જેના માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે 15 ફેબ્રુઆરી 2024 થી 1 માર્ચ 2024 11:59 રાત્રે સુધી વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવેલી છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જવું
  • અહીં કરંટ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરો
  • GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર ક્લિક કરો
  • જમણી બાજુએ ડીટેલ પર ક્લિક કરી સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી વિગતવાર સૂચના વાંચો.
  • બાજુમાં આપેલ apply પર ક્લિક કરો
  • તમારી તમામ માહિતી ભરો.
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન અરજી ફી ભરો
  • ફાઇનલ સબમીટ બટન પર ક્લિક કરો અને પ્રિન્ટ મેળવો.

મહત્વની લીંક

જોબ એડવર્ટાઈઝમેન્ટ : અહીં ક્લિક કરો

અપ્લાય ઓનલાઇન : અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો

GSSSB ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

GSSSB ભરતી 2024 ની અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

01 માર્ચ 2024 11:59 રાત્રે

Leave a Comment