શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 : 37,000 હજાર રૂપિયાની સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ: બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમિયાન સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત કુલ 37,000 ની સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં પ્રસુતિ પહેલા 17,500 અને પ્રસુતિ બાદ 20,000 રૂપિયા એમ કુલ મળીને 37,500 ની સહાય સરકારશ્રી દ્વારા આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. આ યોજનાની વધુ માહિતી જેમકે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ અરજી ફોર્મ કેવી રીતે ભરવું અરજી ફોર્મ જમા ક્યાં કરાવવું કઈ ઓફિસનો સંપર્ક કરવો વગેરે તમામ માહિતી નીચે મુજબ છે. પ્રસુતિ સહાય યોજના ના ફોર્મ હાલ શરૂ હોય માટે જરૂરિયાત મંદ લોકો સુધી આ મેસેજ વધુને વધુ આગળ શેર કરો કોઈને ખૂબ ઉપયોગી થશે. તેમજ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવતી અવનવી તમામ યોજનાઓની માહિતી માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના
વિભાગ | બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
યોજના | શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના |
સહાયનું ધોરણ | 37,500 |
વેબસાઈટ | Sanman.Gujarat.gov.in |
ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમયોગી મહિલાઓ અથવા પુરુષ શ્રમયોગીની પત્નીને પ્રસુતિ થાય ત્યારે દવા હોસ્પિટલનો ખર્ચ પ્રસુતિ સમયે જરૂર પડતો વિવિધ પૌષ્ટિક આહાર નો ખર્ચ પૂરો પાડવા માટે આ યોજનાને શરૂ કરવામાં આવેલી છે.
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના નિયમો
- ગુજરાત રાજ્યના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિક અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ને લગત નિયમોમાં આ યોજના હેઠળ મળતી નાણાંની સહાય અરજદારના બેન્ક ખાતામાં ડીબીટી દ્વારા તે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
- જો કોઈ મહિલાને ક સુવાવડ થઈ હોય તો પણ આ યોજના દ્વારા સહાય મળવાપાત્ર રહેશે.
- મૃત બાળકના જન્મ તથા કસ સુવાવડની ઘટનામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે ( નોંધ: ગર્ભ રહ્યા પછીથી 26 અઠવાડિયા પહેલા અથવા 26 માં અઠવાડિયામાં અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને સુવાવડ થયેલ હોય તેવા કિસ્સામાં જ આ લાભ મળવા પાત્ર છે.)
- આ યોજનાની સહાય માટે અરજી કરવાનો સમય ગર્ભ રહ્યાના તારીખથી છ મહિનાની અંદર કરવાનો હોય છે.
- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સામાં પ્રસુતિ સહાય પહેલાની નાણા સહાય રૂપિયા 17,500 માટે ગર્ભ રહ્યા પછી છ મહિનાની અંદર કરવાની રહે છે. આ ઉપરાંત ગાયને કે ડોક્ટર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માનનીય ડોક્ટર નું પ્રમાણપત્ર અથવા મમતા કાર્ડ ની નકલ ડોક્ટરનો પ્રમાણપત્ર મમતા કાર્ડ ની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઇન્વર્ડ થયા તારીખ નો સમયગાળાની ગણતરી કરતા 6 માસ પૂર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઇન્વર્ડ થયેલી હોવી જોઈએ એ મુજબ સમયસર અરજી કરવાની રહેશે
મળવા પાત્ર લાભ
- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિક ની પત્ની ના કિસ્સામાં 6000 રૂપિયાનો લાભ મળવા પાત્ર થશે.
- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસુતિ માટે સગર્ભાવસ્થા દરમિયાન રૂપિયા 17,500 તથા પ્રસુતિ બાદ ₹20,000 ની સહાય મળવાપાત્ર છે.
- આ રીતે યોજના હેઠળ કુલ મળવાપાત્ર સહાય 37,500 રૂપિયા થશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- મમતા કાર્ડ ની નકલ
- રાશન કાર્ડ ની નકલ
- લાભાર્થી મહિલાનું આધાર કાર્ડ
- બેંક પાસબુક ની નકલ
- સોગંદનામુ
- કસુવાવડ ના કિસ્સામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત વિવિધ લાભ મેળવવા માટેના અરજી ફોર્મની પીડીએફ અહીં નીચે મૂકવામાં આવેલી છે, તમે અહીંથી અરજી ફોર્મ માં ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી અરજી ફોર્મ ભરે જરૂરી દસ્તાવેજો સાથે જોડી સમય મર્યાદામાં બાંધકામ શાખા જિલ્લા પંચાયત કચેરી ખાતે જમા કરાવવાનું થશે.
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત કરી ચેક કરી લેવાનું રહેશે કે હાલ આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ છે કે નહીં જેમાં ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરતા પ્રસુતિ સહાય યોજના લખેલું હશે જેની સામે ઓપન અથવા ક્લોઝ વાંચીએ ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે.
નોંધ : વર્ષ 2024 માટે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું હાલ શરૂ છે.
મહત્વની લીંક
સગર્ભા અવસ્થા દરમિયાન મળતી સહાય માટેનું ફોર્મ | અહીં ક્લિક કરો |
પ્રસુતિ થયા બાદ મળતી સહાય અંગેનું ફોર્મ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
FAQs
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
https://sanman.gujarat.gov.in/Home/BOCWScheme
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત કેટલી સહાય મળવા પાત્ર છે?
37,500
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત કેટલા બાળકો સુધી લાભ મળી શકે છે?
પ્રથમ બે બાળકો સુધી