WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat best hill station : ગુજરાતના આ હિલ સ્ટેશન આગળ સીમલા મસૂરી પણ પાણી ભરે, કુદરતી વાતાવરણ સાથે દરિયો પણ જોવા મળે

Gujarat best hill station : વિલસન હિલ ગુજરાત : ગુજરાતીઓ ફરવા માટે ખાસ કરીને અન્ય રાજ્યમાં જવાનું ખૂબ વધુ પસંદ કરતા હોય છે. અને એમાં પણ ઉનાળાની ગરમીમાં લોકો હિમાચલ પ્રદેશ કશ્મીર મનાલી મસુરી આબુ જેવા હિલ સ્ટેશન પર ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય છે અને લોકોની આ સ્થળો પહેલી પસંદગી હોય છે. આપણે ગુજરાતમાં આવેલા એવા હિલ સ્ટેશનની માહિતી મેળવવાના છીએ જ્યાં ગયા પછી તમને આબુ મનાલી કોડાઈ કેનાલ મસૂરી જેવા હિલ સ્ટેશનને પણ ભૂલી જવાનું મન થશે અને જ્યારે પણ હિલ સ્ટેશન પર ફરવા જવાની ઈચ્છા થશે ત્યારે તમારી પહેલી પસંદગી આ હિલ સ્ટેશન રહેશે.

Gujarat best hill station :

આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વલસાડ જિલ્લામાં આવેલ વિલ્સન હિલ સ્ટેશનની. મોટાભાગના લોકો વલસાડ જિલ્લામાં આવેલા આ હિલ સ્ટેશનની ખાસિયતો જાણતા નથી. આ હિલ સ્ટેશનની ખાસિયત એવી છે કે જ્યાંથી તમને સમુદ્રનો નજારો પણ દેખાશે, એકવાર તમે આ હિલ સ્ટેશન પર આવશો તો તમને બીજે ક્યાંય જવાની ઈચ્છા નહીં થાય. વિલ્સન હિલ સ્ટેશન એ ગુજરાતનું ખૂબ જ ફેમસ હિલ સ્ટેશન છે. પરંતુ એ વધુ હાઈલાઈટ થયું નથી. તેમાં પણ ચોમાસામાં તેની સુંદરતા 16 એ કડાઈએ ખીલી ઉઠતી હોય છે. હિલસન વ્હીલ સ્ટેશન વલસાડના ધર્મપુરમાં આવેલું છે. અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે જંગલોથી ઘેરાયેલું હિલ સ્ટેશન છે. તેના લોકેશન ની વાત કરીએ તો તે પયંગબરી વન્યજીવ અભ્યારણ પાસે આવેલું છે.

વિલ્સ અને હિલ સ્ટેશન ગુજરાતનું એકમાત્ર એવું હિલ સ્ટેશન છે જ્યાંથી સમુદ્રને પણ જોઈ શકાય છે. ચાલો જાણીએ આ હિલ સ્ટેશન વિશે તમામ માહિતી ક્યાંથી જવું સહેલું પડશે કેવી રીતે જવું કેટલા કિલોમીટર થાય છે વલસાડ થી જવા માટેનો બેસ્ટ રૂટ કયો છે વગેરે તમામ માહિતી નીચે મુજબ છે. તમે ક્યારેય વલસાડ જવાના હોવ તો આ હિલ સ્ટેશનની અવશ્ય મુલાકાત લેવી અને મુલાકાત લેવા માટે તમારે સરળ પડે અને કોઈને પૂછવું ન પડે તેવી તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે.

વિલ્સન હિલ્સ નું નિર્માણ કાર્ય લોડ વિલ્સન અને ધરમપુરના અંતિમ રાજા વિજય દેવજી ના સમયમાં શરૂ કરવામાં આવ્યું હતું. લોડ વિલ્સન તે સમયે મુંબઈના ગવર્નર હતા અને તેમની યાદમાં જ આ હિલનું નામ વિલ્સન રાખવામાં આવેલું છે.

વિલ્સન હિલ સ્ટેશન સમુદ્રની સપાટીથી અંદાજ 750 મીટરની ઊંચાઈ પર એટલે કે 2500 ફૂટની ઊંચાઈએ આવેલું છે. ઉનાળાની ગરમ ઋતુ દરમિયાન આ હિલ સ્ટેશન એકદમ શાંત અને શીતળ ઠંડકનો અનુભવ કરાવે છે. અહીંના વળાંક વાળા રસ્તાઓ પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષકનું કેન્દ્ર બની રહે છે. જે સરકારમાં આવેલા છે. અહીં હરિયાળી થી ઢંકાયેલી પહાડી વાદળોની ચાદર ઓઢતું અદભુત દ્રશ્ય ચોમાસામાં દરેક પહાડી પરથી ટપકતા ઝરણા અને ખુશનુમાં વાતાવરણ તથા ચારે તરફ છવાયેલું ધુમ્મસ પ્રવાસીઓને ખાસ આકર્ષે છે. સાપુતારા હિલ સ્ટેશનની સરખામણીમાં આ હિલ સ્ટેશન થોડું નાનું ગણી શકાય છે પરંતુ આ હિલ સ્ટેશનને તમે મીની સાપુતારા તરીકે કહો તો કોઈ ખોટું નથી. જો તમે ક્યાંય ફરવા જવા માંગતા હોવ તો આ હિલ સ્ટેશન પરફેક્ટ લોકેશન છે.

વિલસન હિલ સ્ટેશન નું અંતર

વિલ્સન હિલ્સ વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલું છે. ગુજરાતના અલગ અલગ શહેરોથી વિલ્સલ હિલ્સ નું અંતર નીચે મુજબ છે.

  • સુરત થી 130 કિલોમીટર
  • સાપુતારાથી 120 કિલોમીટર
  • મુંબઈથી 250 કિલોમીટર
  • નવસારી થી 80 કિલોમીટર
  • વલસાડ થી 60 કિલોમીટર
  • અમદાવાદથી 485 કિલોમીટર
  • અને ધરમપુરથી 27 કિલોમીટર જેમાંથી 20 કિલોમીટરનો રસ્તો સર્પકાર આકારનો છે.

અહીંના જોવાલાયક સ્થળોની વાત કરીએ તો અહીં પહાડી પર મધ્યમાં બીરુમલ મંદિર એ વિલસા અને હિલ્સનું સૌથી મોટું આકર્ષણનું સ્થળ છે આ સ્થાન પર પહોંચવા માટે તમને 40 મિનિટની મુસાફરી કરવી પડશે.

Leave a Comment